બોલકા નરેન્દ્ર મોદી ખરે ટાણે જ કેમ થઈ જાય છે ચૂપ?

-ગૃહની કામગીરી દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં મુખ્યમંત્રી મોદી ભાગ્યે જ કશું બોલતા હોય છે
-2011માં છેલ્લા બજેટ સત્ર દરમિયાન નરેન્દ્ર મોદી માત્ર પાંચ જ વખત બોલ્યા હતા


અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વકૃત્વશૈલીથી ભાગ્યે જ કોઈ મંત્રમુગ્ધ નહીં બન્યું હોય. સમયાંતરે વિવિધ સ્થળોએ સભાઓ ગજવતા મોદીને સાંભળવા માટે હરકોઈ ઉત્સુક હોય છે, પણ એક સ્થળ એવું છે જ્યાં ખરેખર બોલવાની જરૂર હોવા છતાં પણ મુખ્યમંત્રી ભાગ્યે જ હરફ ઉચ્ચારે છે, અને આ સ્થળ છે ગુજરાતની વિધાનસભા! વિધાનસભાની કાર્યવાહી પર નજર રાખનારાઓએ નોંધ્યું છે કે ગૃહની કામગીરી દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં મુખ્યમંત્રી મોદી ભાગ્યે જ કશું બોલતા હોય છે. 2011માં છેલ્લા બજેટ સત્ર દરમિયાન નરેન્દ્ર મોદી માત્ર પાંચ જ વખત બોલ્યા હતા.

ગુજરાત સોશ્યલ વોચ અને પર્યાવરણ મિત્ર સંગઠન દ્વારા વિધાનસભાના 8મા સત્રની કામગીરીનો  અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં વિધાનસભાની કામગીરી દરમિયાન ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા સવાલો તથા સરકારે આપેલા જવાબોની સમીક્ષા કરવામાં આવી છે. પર્યાવરણ મિત્રના નિર્દેશક મહેશ પંડ્યા જણાવે છે કે આ તમામ વિગતો ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઈટ પરથી એકત્ર કરવામાં આવી છે. પંડ્યા ઉમેરે છે કે આ અભ્યાસની મદદથી લોકો તેમના પ્રતિનિધિઓની કામગીરી વિશે જાણી શકશે.

તમારો મત આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.

  • Parliament
  • NSW monitors the health of Indian Parliament by examining and establishing some worrying trends in the way in which the Parliament functions and conducts its business. Read more
  • Judiciary
  • NSW study the specific cases to understand the mind of the Judiciary. Under this section NSW analyzes issues and proposals on judicial accountability and reforms. Read more
  • Executive
  • NSW analyses the structural challenges in the Executive such as the conflict of interest between the Parliament and the Executive and within the Executive and related issues. Read more